Trivedi Mewada Brahmin Samaj | About Us
13396
page-template,page-template-full_width,page-template-full_width-php,page,page-id-13396,theme-bridge,qode-social-login-1.0.1,woocommerce-no-js,ajax_updown_fade,page_not_loaded,qode-page-loading-effect-enabled,,side_area_uncovered_from_content,columns-3,qode-theme-ver-16.4,qode-theme-bridge,wpb-js-composer js-comp-ver-5.4.7,vc_responsive
 

About Us

Our History

આપણી જ્ઞાતિની ઉદ્દભવ કથા

બ્રાહ્મણ કુળમાં જન્મ લઇ વેદોક્ત સંસ્કારયુક્ત સ્વકર્મ કરનાર, શમદમાદિ ગુણ સંપન્ન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, તૃષ્ણાદિ, વિરહીત, વેદાર્થ સમજનાર અને ઉપનિષત્પ્રતીપાધ બ્રહ્મતત્વને ઓળખનાર “બ્રાહ્મણ” કહેવાય.

મેવાડા બ્રાહ્મણો મૂળ તો મેવાડ (હાલ રાજસ્થાન) ના જ હતા. મૂળ મેવાડના હોઈ તેમની વસ્તી રાજસ્થાનમાં ડુંગરપુર, વાંસવાડા તથા મેવાડમાં આજે પણ છે. તેઓ ભટ્ટ મેવાડા, ત્રિવેદી મેવાડા, ચોર્યાસી મેવાડા અને ચોવીસ સંધ એમ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે, પરંતુ સંજોગોવષાત તેમને પોતાનું મૂળ વતન છોડીને ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ એમ અન્ય સ્થાનોમાં વસવાટ કરવો પડ્યો હતો.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ તરીકેના ઉદ્દભવની વિગતો અને મેવાડ છોડવાના કારણો નીચે મુજબ છે:

સૌ પ્રથમ વિક્રમની ૧૫મી સદીના પૂર્વાધમાં મેવાડના રાજમાતા મહારાણી (મહાન કૃષ્ણભક્ત) મીરાબાઈને પોતાના સાસરિયા એટલે કે ઉદેયપુરના રાણાઓના  કુટંબ સાથે કૃષ્ણ ભક્તિ બાબત મતભેદ-મનભેદ થતા પોતાની કૃષ્ણભક્તિમાં બાઘ ન આવે તે માટે સદાને માટે મેવાડ છોડી ચાલી નીકળ્યા હતા. પહેલા વ્રજ પછી મથુરા વગેરે સ્થળોએ થઇ મીરાબાઈની ઈચ્છા છેવટે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારિકામાં  આવીને પોતાના ઇષ્ટની ભક્તિમાં સમય નિર્ગમન કરવાની હતી.

મહારાણી મીરાંના મેવાડ છોડીને ચાલી ગયા બાદ સમગ્ર મેવાડમાં ભારે દુષ્કાળ પડ્યો. ઉપરાછાપરી દુષ્કાળના વર્ષો આવવા લાગ્યા અને રાજ્યની વસતી ઘણી જ દુ:ખી થઇ ગઈ, ત્યારે રાજ્યના શાણા સલાહકારોએ મેવાડપતિ પાસે એવી વાત રજુ કરી કે જો દુષ્કાળના પંજામાંથી દેશ અને પ્રજાને કાયમ માટે છોડવાના હોય તો મન દુ:ખ પામીને મેવાડ છોડી જનાર મહારાણી મીરાને કોઈ પણ ભોગે માનપાન સાથે પાછા મેવાડમાં તેડી લાવવા જોઈએ, કારણ કે તેમની ભક્તિથી અત્યંત રાજી એવા ભગવાને તેમના પ્રત્યે રાજ્યે કરેલા અન્યાય અપરાધની સજા તરીકે આ દુષ્કાળના દિવસો દેખાડ્યા છે.

રાજસભામાં આ બાબત સર્વાનુંમતે માન્ય રહેતા મહારાણી મીરાને તેડવા કોણ જાય તેની ચર્ચા ચાલી, જે કોઈ રાજમાતા મીરાને સમજાવી મેવાડ પાછા લઇ આવે તેને રાજ્ય તરફથી જામીન-જાગીર-ઇનામ આપવાની જાહેરાત થઇ. સભામાં રાજ્યના ભાયાતો સરદારો, શેઠ-શાહુકારો ઘણા હાજર હતા પણ સૌને મન અંદેશો હતો કે રાજમાતાને તેડવા જાય અને રાજમાતા તેમનું માં ન રાખે તો પછી મેવાડ રાજ્યમાં પોતાની કીર્તિ ઝાંખી પડે. રાજમાતાને સાથે તેડી લાવ્યા વગર ખાલી હાથે પાછા આવવું પડે તે હીણપતભર્યું થાય તેવું વિચારી આ કામ માટે કોઈ તૈયાર ન થયું ત્યારે આ સભામાં હાજર રહેલા રાજપુરોહિત બ્રાહ્મણો (ભૂદેવો) એ આ બીડું ઝડપ્યું. એવું વિચારીને કે ‘અમો રાજપુરોહિતો છીએ એટલે રાજમાતા અમારું વેણ પાછુ નહી ઠેલે.’ રાજ્યસભામાં પણ એમના વિચારને માન્ય રાખવામાં આવ્યો, અને તેમને રાજ્ય તરફથી સાધનસામગ્રી સાથે વેગવંતી સાંઢણો વગેરે આપવામાં આવ્યા. આ રાજપુરોહિતો બધા ત્રવાડી (ત્રિવેદીનું અપભ્રંશ) અટકે હતા. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ આગેવાનો રાજમાતાને મનાવવા અને પાછા તેડી લાવવા વ્રજભૂમિ તરફ ગયા ત્યારે ભક્ત મીરાબાઈ વ્રજમાં રહી કૃષ્ણભક્તિમાં પોતાનો સમય પસાર કરતા હતા. એક બહુ જાણીતી વાત છે. તે તેમને આ સમય દરમિયાન શ્રી જીવ ગોસાઈ સાથે સત્સંગ થયેલો. જીવ ગોંસાઇ મહાન ભક્ત અને જ્ઞાની સંત હતા., પણ પોતાની ટેક અનુસાર તેઓ કોઈ સ્ત્રીનું મુખ જોતા નહી. ભક્ત શિરોમણી મીરાંબાઈએ તેમને ટકોર કરી કે ‘વ્રજમાં વસી હજુ પુરુષ છે. બાકી બધા મનુષ્ય પ્રાણી માત્ર પ્રકૃતિ રૂપે છે.’ (ગોપીઓ છે)  આ સત્ય શ્રી જીવ ગોંસાઈને સમજાઈ જતા તેમણે ભક્ત મીરાબાઈનું સન્માન કર્યું હતું. આ સમય દરમિયાન પરમ ભક્ત ગોસાઈ શ્રી તુલસીદાસ મહારાજ પણ હયાત હતા. તેમને અને મીરાબાઈને પણ ભગવત્ સત્સંગ થયેલો. એમ કહેવાય છે કે જ્યારે મીરાંબાઈએ મેવાડમાં કુટુંબ અને તેમની રાજસત્તા તરફથી ભક્તિ વિષે વિરોધ થયો અને મતભેદો પડ્યા અને જ્યારે પોતાને રાજધાનીમાં રહેવું આકરું થઇ પડ્યું ત્યારે શ્રી ગોંસાઈજીની સલાહ પુછાવી હતી અને તુલસીદાસે ‘જ્યાં હરીભક્તિ ન થઇ શકે તે સ્થાન છોડવું.’ તેવી સલાહ આપેલી. આ ઉપરથી મીરાબાઈ  મેવાડ છોડીને બાળ લીલાભૂમિ વ્રજમાં આવી વસ્યા હતા.

બ્રાહ્મણ આગેવાનો રાજમાતા મીરાબાઈને વ્રજમાં મળ્યા અને તેમને પોતાના રાજ્ય મેવાડમાં પાછા પધારવા વિનંતી કરી. ત્યારે મીરાબાઈએ શંકા કરી કે મેવાડમાં તો આવું પણ અગાઉની જેમ ગિરિધર ગોપાલની ભક્તિમાં મુશ્કેલી ઉભી થયા અને રાજકુટુંબ સાથે વાંધો પડે તો શું? ત્યારે આ બ્રાહ્મણ આગેવાનોએ એમ કહ્યું કે તે માટે અમો ખાતરી આપીએ છીએ. અમે રાજસભામાં વચન લઈને આવ્યા છીએ કે રાજમાતા પાછા પધારે તો એમને યોગ્ય લાગે તેમ અને ખુશી રહે તેમ ભક્તિ કરવા દેવાની રહશે, તેમાં રાજ્ય એ કે અન્ય કોઈએ અંતરાય ઉભો કરવાનો નહી. આ રાજસભાનું વચન છે. વળી રાજમાતાના મેવાડ છોડી જવાથી રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે અને પ્રજા આપની મેવાડમાં પાછા પધારવાની રાહ જુએ છે. મહારાણાએ પણ આપને વિનંતી પાઠવી છે અને આપને કોઈ જાતની મુશ્કેલી નહી પડે તેવી બાહેંધરી આપી છે. આ ભૂદેવોએ  એમ પણ કહ્યું કે ‘ આપને સાથે લીધા વગર અમો પાછા મેવાડમાં પગ નહી મુકીએ એવા વચનથી બંધાઈ અમે આવ્યા છીએ એટલે હવે આપ પાછા મેવાડ ન પધારો તો અમારાથી પણ મેવાડ જવાય નહી. મારું વચન ખોટું પડે તેનું પાપ આપને શિરે આવે તે પણ અમો કેમ સહન કરીએ? આ રીતે અમારી તો “સૂડી વચ્ચે સોપારી” જેવી પરિસ્થિતિ થાય તેમ છે એટલે આપ જરૂરથી મેવાડ પાછા પધારવાનું નક્કી કરો.

મીરાંબાઈએ વિચાર્યું કે આ to ધર્મસંકટ આવી પડ્યું. જ્યાં મારા ગિરધર ગોપાલની જન્મભૂમિ-લીલાભૂમિમાં  જીવનનો શેષ ભાગ વિતાવવાનો નિર્ણય હતો તેમાં આ પ્રસંગથી વિક્ષેપ ઉભો થાય તેમ છે. તેમણે તાત્કાલ તો ભૂદેવોને વિશ્રામ કરવાનું અને બીજે દિવસે સવારે પોતે પોતાનો નિર્ણય જણાવશે તેમ કહ્યું.

રાત્રે મીરાબાઈ ભગવાન ગિરધર ગોપાલ પાસે વિનવણી કરતા બેસી રહ્યા. રાત્રી દરમિયાન જ્યારે ભૂદેવો પોતાના ઉતારામાં આરામ કરતા હતા. ત્યારે મીરાંબાઈએ ગદ્દગદ્દ કંઠે પોતાના ઇષ્ટ ગિરિધર ગોપાલને અરજ કરી કે ‘હે નાથ , તમારી ભક્તિ કરતા આ સંકટ ઉભું થયું છે મારી ભક્તિમાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે સ્વદેશ છોડવો છે તેમાં હવે આ શું થવા બેઠું છે ? પ્રભુ ! મને આમાંથી માર્ગ બતાવો. મને કઈ સૂઝ પડતી નથી.’ આમ પ્રભુ પાસે કાલાવાલા કરતા ક્યારે તેમની આંખ ઢળી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો પણ અર્ધજાગૃત, અર્ધ નિંદ્રાવસ્થામાં નટખટ શ્રી કૃષ્ણે તેમની પ્રત્યક્ષ થઇ પ્રેરણા કરી તમો સૌરાષ્ટ્રમાં મારા ધામ દ્વારિકામાં આવો. ત્યાં હું તમને મળીશ અને મારા ભક્તની ટેક જળવાઈ રહે, તેની ભાવનાને કઈ આંચ ન આવે તેવું થઇ રહશે. મીરાબાઈની આંખ ખુલી ગઈ. તેમણે આદેશ સ્વીકારી લીધો. તેમનું મન પ્રફુલ્લિત થઇ ગયું.

બીજે દિવસે સવારે ભૂદેવોને તેમણે જણાવ્યું કે ‘હું વ્રજ સુધી તો આવી છુ પણ દ્વારિકા જવાનું બાકી છે, આપણે સૌ અહી દ્વારિકા જીઈએ અને પછી હું તમારા સૌની સાથે સ્વદેશ પાછા ફરીશ .’ બ્રાહ્મણોને  પણ આ વાત ગમી, અને સૌ દ્વારિકાનગરીમાં આવી.

એમ કહેવાય છે કે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણના જગત મંદિરમાં દર્શન કરતા ભાવવિભોર થઇ ગયેલા ભક્ત શિરોમણી મીરાબાઈને ભગવાને પોતાનામાં સમાવી લીધા. તેજમાં તેજ ભળી ગયું. બ્રાહ્મણો, પુજારીઓ અને અન્ય ભક્ત જોતા જ રહ્યા અને મીરાંબાઈના પાર્થિવ શરીરનું ખોળિયું અચેતન થઈને પડ્યું.

રાજમાતા મીરાબાઈ આ રીતે ભગવાનના સ્વરૂપમાં સમાઈ જતા મેવાડા બ્રાહ્મણોને સ્વદેશ પાછા જવાનું જ ન રહ્યું કેમ કે તેઓ તો આ વચનથી બંધાયેલા હતા, કે રાજમાતા મીરાબાઈને સાથે પાછા તેડી લાવીશું તોજ મેવાડામાં પગ મુકીશું નહિતર નહી. આવા વચનપાલક બ્રાહ્મણો પછી દ્વારિકામાં થોડો સમય રહ્યા. ત્યાં પોતાના કુટુંબોને તેડાવી લીધા અને પછી આજીવિકા માટે આખા સૌરાષ્ટ્રમાં વિસ્તર્યા. ત્યારબાદ ગુજરાત પ્રદેશમાં આવીને વસ્યા.

મેવાડા બ્રાહ્મણોની અન્ય વિગત પુરાણોમાંથી પણ મળે છે. એકલિંગજી માહત્મ્ય તથા મેવાડા બ્રાહ્મણોની ઉત્પત્તિ વિષેની બીજી વિગતો આ પ્રમાણે છે. વિવિધ પુરાણોમાં બ્રાહ્મણોની પરંપરા અંગે વિશિષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં ભારતનો સાચો ઈતિહાસ સચવાયો છે. પુરાણોમાં પદ્મપુરાણનું સ્થાન ઊંચું છે. तत्र पद्मपुराणम च प्रथम स प्रणितवान | વળી તે સાત્વિક પુરાણ મનાય છે. પદ્મપુરાણના પાતાલખંડમાં એકલિંગી માહાત્મ્ય  વર્ણન વિભાગમાં મેવાડા પુરાણ આલેખાયું છે. આ મેવાડા પુરાણમાં મેવાડા બ્રાહ્મણની ઉત્પતીનું વર્ણન  છે. આચાર વિશેષ, વ્યવહાર વિશેષ, સ્વભાવ વિશેષ, ઈત્યાદી દ્વારા ચોર્યાસી જાતના બ્રાહ્મણો ગણાય છે. કેટલાક બ્રાહ્મણોના મૂળમાં પ્રખર ઋષીઓ રહેલા છે, જ્યારે કેટલાકના મૂળમાં પરમાત્મા જાતે રહેલા છે.

મેવાડા પુરાણમાં કુલ્લે પચ્ચીસ અધ્યાય છે. જેમાં મેવાડા બ્રાહ્મણોના પ્રકાર, ઇષ્ટદેવ, ગોત્ર વિચાર ઈત્યાદીનો વિચાર કરવામાં આવ્યો છે. શોનકસુતની પ્રશ્નોતરી નૈમિષારણયમાં પ્રકટ થાય છે. ભગવાન શંકરનો ગણ નંદીશ્વર  સ્વરચિત મહિમ્નસ્તોત્રથી શંકરસ્તવન કરતા, શંકર તેના પર ખુશ થઈને તેનું નામ ‘પુષ્પદંત’ પાડે છે. કારણ નંદીશ્વરની દંતપંક્તિ પુષ્પાવલીની જેમ શોભે છે. આ જ પુષ્પ દંત શંકર પાસેથી એકલિંગ મહાત્મ તથા મેવાડની ઉત્પત્તિ સાંભળે છે.

મેવાડા બ્રાહ્મણો અંગે એવી કથા છે કે એક વખત નારદજી ફરતા ડરતા પાતાળ ગંગાને કિનારે અનંત, વાસુકી, તક્ષકાદિ નાગોની પાસે આવ્યા આ વખતે તક્ષક નાગ તેના જેવો કોઈ નિર્ભય નથી એવા અભિમાની વચનો બોલ્યો. તેથી નારદજી ઘણા દુ:ખી થયા તેથી કરીને નારદજીએ તેને તેનો વંશ અગ્નિથી નષ્ટ થશે તેવો શ્રાપ આપ્યો અને બધા નાગોનો નાશ થશે તેવું જણાવ્યું નાગ જાતિ આ શ્રાપને કારણે વ્યથિત  થઇ નારદજીને શ્રાપ પાછો લેવા તેમજ વંશની રક્ષા માટે શ્રાપ દુર કરવા પ્રાથના કરી ઉપાય પૂછ્યો. ત્યારે નારદજીએ ભગવાન શંકરની ઉપાસના કરવાનું સૂચવ્યું કે ભરતખંડમાં મેવાડ (મેદપાટ) નામનો દેશ છે. જ્યાં અનેક તીર્થ છે. તેમાં ભગવાન એકલિંગજી મહાદેવનું સ્થાન છે ત્યાં જઈને ઉપાસના કરો અને શ્રાપ મુક્તિ માટે તેમને શિવજીનું શરણ લેવા જણાવ્યું ત્યાર બાદ વાસુકી પ્રભુતી નાગો મેવાડ દેશના ચિત્રકુટ, ત્રિકુટ વગેરે પર્વત નજીક આવેલા એકલિંગજી મહાદેવની સેવા કરવા લાગ્યા. શિવજીએ તપથી પ્રસન્ન થઇ વાસુકી નાગને ભાવી ઉપદ્રવોનો ઉપાય બતાવ્યો અને તેમના સ્થાન નજીક શહેરનું નિર્માણ કરી ઉત્તમ બ્રાહ્મણો વસવાનું જણાવ્યું. તેમજ આ નગરમાં શિવજી (એકલિંગજી) તથા કાત્યાયની દેવી પણ ત્યાં વસવાટ કરશે તેમ જણાવ્યું આમ વાસુકીએ ત્રણ નગર વસાવ્યા આ બ્રાહ્મણોની સેવા માટે મેવાડા વણીક, મેવાડા ક્ષત્રીય, મેવાડા સુથાર વગેરે પણ ત્યાં વસ્યા. આ નગરનું સર્જન નાગોના ભયહરણાર્થ થયું હોવાથી ભયહર એવું નામ થયું જે પાછળથી ભટ્ટહર થયું અને તેમાં રહેનારા બ્રાહ્મણો ભટ્ટ મેવાડા તરીકે ઓળખાયા અથવા નાગર મેવાડાથી પ્રસિદ્ધ થયા.

ત્યારબાદ મેવાડા બ્રાહ્મણોમાં પણ જુદા જુદા પેટા પ્રકારો પડ્યા. એકલિંગજીથી થોડે દુર ત્રયંવાયપુર (ત્ર્યંવાયપુર) માં રહેનારા ત્રવાય અથવા ત્રવાડી મેવાડા કહેવાયા. આમ તો રાજસ્થાનનો મેવાડ પ્રવેશ ત્ર્યંવાયપુર એટલે ત્ર્યંક્બાપુરથી પણ જાણીતો છે. મધ્યયુગમાં એકલિંગજીથી થોડે દુર “ત્ર્યંબાપુર” નામનું બીજું નગર અસ્તિત્વમાં હશે તેમ માની શકાય.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ નામના ઉદ્દભવ માટે ત્ર્યંબાપુર અને મેવાડ કારણભૂત રહ્યા છે. આધારભૂત માહિતી મુજબ ત્રિવાડી- ત્રવાડી –તરવાડી શબ્દ ત્ર્યંબાપુર પરથી ઉતરી આવ્યો છે. આમ તો ત્ર્યંબાપુર શબ્દનો અર્થ ત્રય એટલે ત્રણ, અમ્બા એટલે આદિશક્તિમાં પરામ્બા ભગવતી અને પુર એટલે નગર/સ્થાન/જગ્યા/ વાડી આ ત્રણ શબ્દનો સમૂહ ત્રિવાડી થાય. ત્રણ વેદના જ્ઞાતાઓનો સમુદાય એટલે ત્રિવેદી ઋગ્વેદ, યર્જુવેદ અને સામવેદના જ્ઞાતાઓ માટે ત્રિવેદી શબ્દ પુરાણકાળથી જાણીતો છે. ત્રિવેદી અને મેવાડ પ્રદેશ પરથી “ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ” નો ઉલ્લેખ સ્પષ્ટ થાય છે. ત્રિવેદી બ્રાહ્મણોએ ઈ.સ. ૧૧૯૪ થી ૧૨૭૪ દરમિયાન મેવાડ છોડ્યું એટલે મેવાડમાંથી સ્થળાંતર કરી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવ્યાને આ સમુદાયને  ૮૦૦ વર્ષનો સમય વીત્યો છે. હાલમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો ગુજરાત અને અધિક સૌરાષ્ટ્રમાં ફેલાયેલા છે.

ચોર્યાસી મેવાડા બ્રાહ્મણો ત્યારે મેવાડામાં ચોર્યાસી ગામોમાં વસનારા તેમજ ચોરાથી ગામોની યજમાનવૃતિ કરનારા તેથી ચોર્યાસી બ્રાહ્મણો કેહવાય.

ત્રીજી દંતકથા એવી છે કે મેવાડા બ્રાહ્મણોને નાગજાતિ સાથે ગાઢ સંબંધ હતો. તેટલી વિગત નિશ્ચિત જણાય છે. “ બ્રાહ્મણોત્પતિ માર્તંડ” ગ્રંથમાં મેવાડા બ્રાહ્મણો અંગે એવી પણ કથા છે કે  નાગલોકોએ વસાવેલું ત્રીજું નગર “નાગદાહ” ક્ષેત્રમાં આસ્તિક મુનિના વંશજ બ્રાહ્મણોએ વસવાટ કર્યા બાદ કેટલાક વર્ષે નાગ કુળના એક નાગરાજની કુંવરી એક બ્રાહ્મણ યુવાન સાથે લગ્નગ્રંથીથી જોડાવા તૈયાર થઇ. આ લગ્ન સમયે જે ઘટના બની તે આ પ્રમાણે છે. એક નાગ કન્યાનો વિવાહ થવાનો હતો. ભટ્ટ મેવાડા જ્ઞાતિનો યુવક નાગ કન્યા પાસે લગ્ન કરવા માટે આવ્યો પણ તેના વિષમય ઉચ્છવાસથી ગભરાઈને ગામની ભાગોળ સુધી ભાગી ગયો. બીજો ભાઈ નાગકન્યાના વિષમય ઉચ્છવાસથી ગભરાઈને ચોતર સુધી નાસી ગયો. ત્રીજો ભાઈ જમીન ઉપર પદી બેભાન થઇ ગયો અને મરી ગયા જેવો થઇ ગયો આ વખતે નાગકન્યાની સખીએ કહ્યું કે તારા ઝેરથી બધાની આ દશા થશે to તારી સાથે કોણ પરણશે? લાંબો વિચાર કરી ગોળનો નાગ બનાવી બેભાન થઈને પડી ગયેલ બ્રાહ્મણ ઉપર ઝેર ઉતારવાના હેતુથી તેણે તે ગોળનો નાગ બનાવી નાખ્યો. તુરત જ તે ભાનમાં આવ્યો. ત્યારબાદ તેની સાથે નાગકન્યાના લગ્ન થયા. આ ત્રીજા ભાઈઓના વંશજો ત્રિવેદી મેવાડા તરીકે જાણીતા થયા. ગુજરાત સર્વગ્રંહમાં પાદટીપમાં આ કથા સંક્ષિપ્તમાં આપી છે.

ત્રિવેદી મેવાડાની એક કન્યાએ વડીલોની મના હોવા છતાં મોઢ બ્રાહ્મણને પરણી. રજોગુણને કારણે અહંકારથી આ કન્યાએ કોઈની વાત લક્ષમાં લીધી નહી. તેથી તેના વંશજો રાજસ મેવાડા તરીકે જાણીતા થયા. રાહમેવાડાનો વિભાગ વડોદરા રાજ્યમાં છે. તેની વિગત મળતી નથી.

આ જ્ઞાતિમાં વિવાહ અગાઉ નાગ પૂજા કરવાનો રિવાજ છે. ભટ્ટ મેવાડા બહારગામનો વર હોય તો ગામની બહાર ગોળના નાગની પૂજા કરી દિવો પ્રગટાવી ગામમાં પ્રવેશ કરે છે. એક જ ગામમાં લગ્ન હોય તો વર પોતાના ઘરમાં ગોળ નાગની પૂજા કરી દિપ પ્રગટાવી વિવાહ કરવા જતી વખતે ચાર રસ્તાની વચ્ચે ચોકમાં વર ગોળના નાગની ષોળસોપચાર વિવિધ પૂજા કરે છે. દિપ પ્રગટાવે છે અને નાગની સ્તૃતિ કરે છે અને પછી લગ્ન માટે જાય છે. ત્રિવેદી મેવાડામાં તથા રાજસી મેવાડામાં વર કન્યાના ઘરે લગ્ન માટે જાય છે ત્યારે તેના ઘરના પ્રવેશદ્વાર પાસે તે ખાટલામાં સુવે છે અને બેભાન થઇ ગયો હોય તેવો સુવાનો દેખાવ કરે છે. તેની ઉપર કન્યા ગોળનું પાણી છાંટે કે ગોળનો લાડુ નાખે છે ત્યાર બાદ વર ઉભો થઇ જાય છે અને ત્યાર બાદ જ વિવાહ વિધિ થાય છે. ક્યાંક to અડદના લોટનો નાગ બનાવી ચકલામાં તેનું પૂજન કરીને લગ્નમંડળમાં પ્રવેશની પ્રથા છે. આમ એક યા બીજા પ્રકારે નાગપૂજા તથા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોમાં જોવા મળે છે.

મેવાડા બ્રાહ્મણોના ઉદ્દભવ અને મેવાડ છોડવાની અન્ય હકીકત એવી છે કે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોનો સીધો અને અતુટ સંબંધ મેવાડની ભૂમિ સાથે છે. તે રાજસ્થાનમાં મેવાડામાંથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો ગુજરાતમાં આવી વસ્યા છે. તે સત્ય હકીકત છે.

ધાર્મિક ગ્રંથો, વેદો, પુરાણોમાં અને તથા દંતકથાઓમાં પણ મેવાડા બ્રાહ્મણોનો ઉલ્લેખ મેવાડની ભૂમિ સાથે જ જણાવે છે મેવાડ છોડી ગુજરાતમાં સ્થળાંતરની જે વિગતો છે તેમાં મેવાડ પર મુસ્લિમ આક્રમણો તેમજ અન્ય રાજકીય કારણો વિશેષ જવાબદાર છે. મેવાડ પરના ઈ.સ. ૧૪૫૩ થી ઈ.સ. ૧૫૨૧ના સમયગાળામાં રાણા કુંભા અને રાણા સાંગાના સમયે ગુજરાતના મુસ્લિમ સુલતાનોએ મેવાડ પર અનેક વખત આક્રમણ કર્યું. મોગલો પૈકી અકબર અને જહાંગીરના વખતમાં (ઈ.સ. ૧૫૭૩થી ઈ.સ. ૧૬૨૭) મેવાડ પર અનેક આક્રમણો થયા ત્યારે રાણા પ્રતાપ અને અમરસિંહ મેવાડની ગાદીએ હતા. મુસ્લિમ આક્રમણોને કારણે મેવાડા બ્રાહ્મણોએ મેવાડનો મુલક છોડ્યો હોય તે વધારે સંભવિત છે. ઈ.સ. ૧૨૮૫ના આબુના લેખ પરથી જણાય છે કે મેવાડાના રાણા સમરસિંહે મુસ્લિમ ચડાઈનો સામનો કરી ગુજરાતને આક્રમણથી બચાવ્યું હતું.

તે પૂર્વે ઈ.સ. ૧૨૪૮ થી ૧૩૦૩ના સમયગાળા દરમિયાન મેવાડ પર મુસ્લિમોના અનેક આક્રમણો થયા. તેથી બ્રાહ્મણોને અસલામતીનો અનુભવ થયો આમ એ વાત હવે સ્પષ્ટ થાય છે કે સલામતી માટે તેમણે ગુજરાતમાં આશ્રય લીધો અને ગુજરાતમાં સ્થિર થયા. ગુજરાતના ઇડરનો રાણા રણમલ (ઈ.સ. ૧૩૪૬ થી ૧૪૦૪) શક્તિશાળી શાષક હતો. તેમના સમયમાં મેવાડા બ્રાહ્મણોએ ગુજરાતમાં ઇડર, ભિલોડા અને માલપુરમાં આશય લીધો. ત્યાર બાદ કેટલાક રોજીરોટી માટે સાબરકાંઠામાં સ્થિર થયા ત્યાંથી પંચમહાલ અને ખેડા તેમજ ગુજરાતના અન્ય જીલ્લાઓ આવી વસ્યા અને તેને કર્મભૂમિ બનાવી. પંચમહાલ જીલ્લાના લુણાવાડા તેમજ અન્ય પ્રદેશમાં પણ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની વસ્તીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. ત્યાર બાદ મહેસાણા અને દમણ સુધી આવી વસ્યા તેમ જણાય છે. સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ સાવરકુંડલા જેવા અન્ય રજવાડાઓમાં પણ આવીને વસ્યા. આજે સૌરાષ્ટ્રમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની વસ્તી ઘણી છે. કેટલાક સાબરકાંઠા અને પંચમહાલ માંથી ખેડા જીલ્લાના બાલાસીનોહર, વીરપુર, ઠાસરા અને ડાકોરમાં આવી વસ્યા. ડાકોર તીર્થસ્થાન હોવાથી તીર્થગોર તરીકે રોજી મેળવવાની શરૂઆત કરી. આમ ડાકોરમાં સલામતી સાથે આર્થોપાર્જન થતા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોના સંતાનોમાં શિક્ષણ વૃદ્ધિ થઇ.  યજમાનવૃતિ પર નિર્ભર ન રહેતા ઘણા કુટુંબો ગુજરાતના અન્ય જીલ્લાઓ જેવા કે વડોદરા, અમદાવાદ, આણંદ અને નડીયાદમાં સ્થિર થયા છે. “મેવાડા અંતે છેવાડા” આ ઉક્તિ વારંવાર સાંભળવા મળે છે. તેથી સ્પષ્ટતારૂપે અન્ય બ્રાહ્મણોની સરખામણીમાં મેવાડા બ્રાહ્મણો મેવાડમાંથી આવીને ગુજરાતમાં વસ્યા ત્યારે આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત હતા. માત્ર યજમાનવૃત્તિ, ગોરપદુ અને રસોઈ બનાવવી આવકના માત્ર સ્રોત હતા. સંતાનોમાં શિક્ષણનો વ્યાપ વધતા હવે સ્થિરતા જોવા મળે છે અને હવે સમાજમાં આગવું સ્થાન મેળવી શક્યા છે અને પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતાથી બૃહદ સમાજમાં આગવું સ્થાન મેળવી શક્ય છે.

એક અન્ય આધાર મુજબ માણીકચંદ્ર સૂરીએ “પૃથ્વીચંદ્ર ચરિત” (ઈ.સ. ૧૪૨૨) માં ચોરાસી બ્રાહ્મણોની યાદી આપી તેમાં પણ મેવાડા બ્રાહ્મણોના ઉલ્લેખ છે. સૌથી વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત  એ છે કે ભૂતકાળમાં મેવાડમાં વસતા હતા ત્યારે જ્યારે જ્યારે મેવાડ ઉપર હુમલા થયા ત્યારે તેમણે પોતાનો રાષ્ટ્રધર્મ બજાવ્યો. જન્મભૂમી મેવાડની આન, શાન અને સલામતી માટે રજપૂત રાજાઓ સાથે ખભે ખભા મિલાવી બલીદાન આપ્યા છે. વિક્રમ સવંતની તેરમી સદીના મધ્યકાળમાં 50 વર્ષના ગાળામાં મુસ્લિમ હુમલાના પ્રસંગે બ્રાહ્મણ યુવાનોએ રાજપૂતો સાથે લડાઈમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. આવા શહીદ બ્રાહ્મણ યુવાનોની યજ્ઞોપવિત

નું વજન જ ૭૪|| મણ (આશરે ૧૫ ક્વિન્ટલ) થયેલું. આની ફૂલશ્રુતી સ્વરૂપે તે સ્મૃતિમાં તે પછીના ઉદયપુરના રાજપત્રોમાં લગભગ હમણાં સુધી મથાળે  ૭૪|| નેક આદર સન્માનનો અને ગૌરવનો પુરાવો છે. મેવાડની દરેક ઉથલ-પાથલમાં સમગ્ર રીતે ધનાત્મક મદદ રાજાઓને પૂરી પાડી વતનભક્તિની મહોર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોએ મારી છે. દ્રઢ સંકલ્પ, દ્રઢ મનોબળ, ત્યાગ ભાવના અને મેવાડની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.  આજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની અસ્મિતા છે.

ગુજરાતના બ્રાહ્મણોને ઇતિહાસમાં મેવાડાના બ્રાહ્મણોના મેવાડ છોડવા અંગેની અન્ય એવી પણ વિગત મળે છે કે ભટ્ટ મેવાડના પૂર્વજો પૈકી એક કુટુંબ ઉદેપુરના રાજકુટુંબના પુરોહિતનું હતું. શ્રાધ નિમિત્તે આ પુરોહિતને આમંત્રણ આપ્યું હતું પરંતુ રાજપુરોહિત પોતે યજ્ઞકાર્યમાં રોકાયેલા હોવાથી જાતે આવ્યા નહી પરંતુ તેમની હાથ નીચે અભ્યાસ કરતા એક બ્રાહ્મણ વિદ્યાર્થીને શ્રાધ ક્રિયા સંપન્ન કરવા માટે મોકલ્યો. રાજાને આ અપમાનજનક લાગતા તેમણે પુરોહિતનો શિરચ્છેદ કરવાનો હુકમ કર્યો પરંતુ બ્રહ્મહત્યાના પાપનો વિચાર આવ્યો આ બ્રહ્મહત્યાના પાપમાંથી બચવા ઉપાય પેટે તલવારના તોરણમાંથી રાજપુરોહિતને પસાર કર્યો અને દેશ છોડી ચાલ્યા જવાનું કહ્યું આ પુરોહિત કુટુંબની સાથે ઉદ્દેપુરની આસપાસના ગામોમાં રહેતા અન્ય મેવાડા બ્રાહ્મણોએ પણ મેવાડ છોડ્યું તેઓ ડુંગરપુર અને શામળાજીના માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા એવી વિગત મળે છે. આમ મેવાડાના બ્રાહ્મણોના ઉદ્દભવ અને મેવાડ છોડવા અંગેની આ હકીકત છે. આપણી જ્ઞાતિમાં વિવાહ પ્રસંગે જે વૈશિષ્ટય દેખાય છે, તેનું નિરૂપણ પણ પુરાણમાં કરવામાં આવ્યું છે.  લગ્ન પહેલા સૌભાગ્યવટી સ્ત્રી જલયુક્ત બે કળશ લાવે, તેમાં પાંચપલ્લવ અને ઉપર શ્રીફળ રાખી આવે અને વરરાજાને આચમન આપે. આ સ્ત્રી સૌભાગ્યસુંદરી તરીકે ઓળખાય. તેનો સત્કાર કરવામાં આવે. ત્યારબાદ મંગલગીત પૂર્વક પૂજન થાય, વરરાજાને  અધ્યાર્પણ કવલ ગ્રહણ વિધિ (ક્લવો ખવડાવવાની વિધિ) થાય, અને તે થયા બાદ પાણીગ્રહણ ચરુ ભક્ષણ ઈત્યાદી વિધિ કરવામાં આવે છે. બંને પક્ષ એકમેકનું ગૌરવ કરતા ગૌરવ ભોજન કરે છે.

મેવાડા બ્રાહ્મણો ભગવાન એકલિંગજી, કાત્યાયની માતા અને ઢુંઢી ગણપતિના ઉપાસકો છે.गुरु गुरु: श्चनपि सन्मानमं लघूनामपि यच्छति | स एव भावं प्राप्नुयादिती निर्णित:|| નાગ દ્વારા સંમાનિત મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના સ્ત્રી પુરુષે નાગપંચમી દિને વ્રત કરવું એવું સ્પષ્ટ આજ્ઞા પુરાણમાં આપવામાં આવી છે. શિવરાત્રી વ્રતાદી દ્વારા ઇષ્ટદેવ  એકલિંગજીની આરાધના કરવી. એકાદશી વ્રત, નવરાત્રી વ્રત, અષ્ટમી તથા નવમી તથા ચતુર્દશીના દિવસોએ  જગદંબાની આરાધના ઈત્યાદિની સુચના પણ આપવામ અઆવી છે. તીર્થયાત્રા નિરૂપણ પ્રસંગે પુરાણ નોંધે છે. तीर्थषु तीर्थमहात्म्यं भावयन सर्वपूर्वजान तारयेन तीर्थयात्रवान कुलमेकोतरशतम ||  તીર્થમાં જઈ ત્યાનું માહાત્મ સમજી પૂર્વજોનું સ્મરણ કરનાર એકવીસ કુળને તારે છે. હરિહરમાં ભેદ ન ગણનાર બ્રાહ્મણો હરિ અને હર  બંનેનું પૂજન કરે છે. મેવાડા પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણની અદ્દ્ભુત લીલાઓનું ટૂંકું છતાં રસપદ વર્ણન કાર્યું છે. ઋતુ પર્ણાખ્યાન તથા પરીક્ષિતને પ્રાપ્ત થયેલ શાપ, આ બે પ્રસંગો વિસ્તારની વર્ણવાયા છે. સુવર્ણ સલાહ આપે છે. यावत्र ग्नाज्ञायते दोषस्तावदेव तदाश्च्यं: || दुष्टदोषे  परित्याग: कर्तव्य: सुखमिच्छ्ता || દોષ દર્શન ન થાય ત્યાં સુધી ત્યાગ ન થાય તો વાંધો નથી પરંતુ દોષ દર્શન થતા કલ્યાણચ્છુએ  તેનો ત્યાગ કરવો. વેરથી ન શમે કિન્તુ વેર અવેરથી શમે છે આ સિધ્ધાંતના પુરસ્કર્તા મેવાડા બ્રાહ્મણ મહર્ષિ આસ્તિક બને છે. વાસુકી વગેરે નાગગણ મહર્ષિ પ્રશંસા કહે છે.

धन्या वयं स्वसा धन्या यचा जातो महामुनि: | माता महकुलं येन मृत्युग्रस्तं विमोचितम || कुलधारकमस्माकं भागिनेय: पवर्तसे | तस्माधत्र भवनाम अत्र तत्र  मस्त्वहिज | નાગકુળના ભાણેજ આસ્તીકનું સ્મરણ કરવાથી ઝેરમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહી દિવો કરવાથી નાગ ચાલ્યો જાય છે તેવું વડીલો પણ કહે છે.

પુરાણાતે ફલકથન પ્રાચીન પરંપરાનુસાર આપ્યું છે. श्रुणुयात श्रद्धया यद धीमम्दटहरस्थिति | तस्य कल्याणकोटिनागमण: स्क्रुतोदयात || अपुत्र: पुत्रवान भूयानिर्धनों धनमाप्नुयात | विदारो दारज सौख्यं प्राप्नुयातसौहुदोचित: | य: श्रुणोति पुमानेतत श्रावयेद्धा सुभावत: | स वे कृतकृत्य: स्यात कल्याण गुम संश्रयत || श्रुत्वा गवादिदानानि  हेममुख्यानि शत्कतत: | श्रद्धाभरेंण यो दधात सुकृतं तस्य चा क्षयं || ભટ્ટહર  નગરમાં સ્થાપિત મેવાડા બ્રાહ્મણોના આ કથાકનકને સાંભળે તેના સુકૃતનો ઉદ્દય થાય. અપુત્ર પુત્રવત, નિર્ધન સધન, અપત્નીક સપત્નીક બેન. સાંભળનાર અને સંભળાવનાર- ઊભયનું કલ્યાણ થાય. શ્રવણાતે  શક્તિપૂર્વક સમર્પણથી અક્ષય પુષ્ણ મળે છે.

ભવ્ય ભૂતકાળમંડિત મેવાડા બ્રાહ્મણોને અનુપમ સદભાગ્ય પ્રાપ્ત કરો એવી એકલિંગજીને પ્રભુ પ્રાથના.

THE DEVELOPMENT STORY OF TRIVEDI MEWADA BRAHMIN SAMAJ

Mewada Puran was described in Eklingji Mahatmya. The original of Mewada Brahmin Samaj described briefly in “Mewad Puran”. There are 25 chapters in Mewada Puran, in which the types of Mewada Brahmin Community, their ishtdev, gotra etc referred in Mewad Puran. Whatever we have heard a story about the importance of Pushdant Eklingji and the origin of Mewad from Lord Shanker is as under.

 

Once upon a time with the intention to make snakes clean and pions, on the bank of Patalganga Narad muni came to snake leader Anant, Vasuki, Takshak. Anant Nag prayed muni and felicitated him. The conversation is going on between them, suddenly Takshak Nag claims that there is no one fearless accept him. Narad muni became unhappy with his statement and given curse to him that Nagvansh will perish in fire. With this curse the entire nag community became miserable and painfull, and for safeguards of this community, they have requested him to withdraw curse. Naradji became kind and insturcted pray and worship to Lord Shanker to save from this curse. He has also suggested that there is a place, its name is Mewad (Medpat) in Bharat Khand where many pilgramages and also having a place of Eklingji, they have to visit there and to pray. After this suggestion Vasuki-Prabuti nag started pray at Mewad’s Chitrakut-Trikut there they have started to pray. Shivji became happy for with their worship and showed an option of their future destruction. According to his instruction they have built a town nearby lord Shanker and informed to expert Brahmins to come and stay over there, and they have also requested them to inform this others to stay for worship and stated i will be staying there and goddess Katyayani also will come to stay there. With this instruction Vasuki has built a town, which known as GAN later on. They have built this town for long life of nag community, so its name was given “BHAYHAR”. Later it has converted into “BHATTHAR”. The local resilents Brahmin Bhatta Mewada and Nagar Brahmin Mewada were their primary identity. We find Mewada 24 Gotras in “Brahmanotpatti Martand.” Among these Brahmins some of them were learning three Vedas, which they known as Trivedi-Travadi-or Tarwadi. Shivji has instructed these Brahmins to stay at “Trayanvapur”. Later on they will be known separately as Trivedi Mewada Brahmin. Thus, learneds of three Vedas Gnyani-Trivedi and from Mewada Pradesh they were known as “Trivedi Mewada Brahmins”. While the other Brahmins, who were doing YajmanVrutti for 84 villages were known as “Chorasi Brahmins.”

 

There is another belief for the origin of Trivedi Mewada. Once upon a time on the event of the wedding ceremony of Snake maid (Nagkanya), Shivandand Sharma’s three sons came for marrige. The eldest son Vidhyadhar frightened with snake poison, he ran away from the spot. His generation was identify as Bhatt Mewada. Second son Gaurishanker who was literate in four vedas, was Chaturvedi. He also affraid and ran to the border of village. His generation was known as “Chorasi Mewada.” While his youngest son Poornanand, who was expert only in three Vedas due to Nagkanya’s poison he fainted at marriage place only. With the advice of her friend, Nagkanya has started to bring nim out from poisons she made snake of gol and thrown on that Brahmin. So that youth has come out from unconsciousness and she married to that Brahmin. The generation of Poornanand were known as “Trivedi Mewada.” Thus Trivedi Mewada community has very old and close relationship with Nag-community. Though, there was a strong opposition from Trivedi Mewada, a youth has married to Modh Brahmin girl. This generation were known as “Rajas Mewada.”

 

Even today also in Trivedi Mewada and Rajas Mewadas, a husband is going upto marriage place, where small bed kept, blanket is also kept, there he sits. A girl came upto gate and throw a piece of gol on that husband. After this marriage ceremony starts. There is a slight difference in the marriage ceremony in Bhatt Mewada and Chorasi Mewada. And they have slight change snake’s pooja ceremony.

 

According to the informations given by the Mewad Puran this Mewada Brahmin became devotees of Lord Eklingji, Mother Katyayani and Ganpati. They have accepted Keshav Kirtan. Those honoured through Nag Mewada male-female have to pray Nag on Nagpachmi and to do Nag pooja. On every Shivratri, they should pray worship to their family god Eklingji it is also insturcted to them that they should do Ekadashi Vrat, and during Navratri days, they should prey to Jagdamba also.

 

MEWADA’S MIGRATION : Though they have strong attachment with the land of Mewada, even then by circumstances or due to some reasons they had to leave Mewad and they have to migrate at any other place.

 

From 1248 to 1303 Muslims have attacked on them often. Due to the heavy terrorism of Allauddin Khilji Mewada Brahmans had to migrate. When Chitod has gone to the rulers of Maharana in Hindu year 1280, remaining 999 Brahmin ladies and children, with the order of Brahmbhatt (Barot) for safety, from Mewad’s Nagda, under the leadership of Shri Mahanand Trivedi they have migrated. Before this they have given last and long salute to the land of Mewad, came to Gujarat’s Sabarkantha district and stayed in Narsoli village, There they have built the temple of Eklingji. To renovate this they have passed resolution in 1961 at Lunawada session. But to write with regret that till this date, there is no sign of implements of that passed resolution.

 

As the time passed by Idar state became weak. Muslims had invaded in Narsoli area often. So again they had to migrate from there. In this process, there were two parts. One group has decided to stay near by Bhiloda and was known as “Barishi Trivedi Mewada”, while other group went towards Idar, and they were known as “Chorisi Trivedi Mewada”. Afterwards, according to adjustments they have migrated to Madhya Pradesh, Maharashtra – Mumbai. On the basis of Pradesh, where out community is there, it is divided in 14 parts.

 

The reason to leave Mewad, is also another reason. For Krishna bhakti Meerabai has left Mewad. After her exit, there was a drought in Mewad, several Rajpurohit of Mewada has accepted the challenge to bring back Meerabai to Mewad. But Meerabai was engross in Krishnabhakti at Dwarka. Krishna has accepted her fully in him. These Rajpurohits have taken sworn, not to go Mewad again without Meerabhai, these Brahmins settled in Dwarka and in parts of Saurashtra. They have come to Gujarat for their compensation.

 

According to third story Maharana of Udaipur has invited Rajpurohit on Shraddh. These were Bhatt Mewada. Since they were engaged in spiritual yagna, purohit has sent his student to complete this Shraddh for which Maharana felt insulted and ordered to kill purohit . But later on, Maharana felt that this may effect as a curse because of Brabmhatya, he has changed his order and asked Purohit to leave this at once. Along with this Purohit family other Mewada Brahmins also left Mewad and they have entered on the route of Dungarpur-Shamlaji.

 

In short, time may be any reason but the fact is the all Mewadas who settled in Bharat, They have left Mewad permanently.

 

CHHEWADO NE SUNVALO MEWADO: Brahmins came from Mewad to Gujarat at last, so this proverb became very popular. Same way, they had fought with Moguls and supported Rajputs for their motherland. They have sacrified their life and property, so Mewada Brahmin’s particular quality of the sentimentally developed the feelings of sacrifice, and since they have plain and crystallic thought and life, they were told as “MEWADO SUNVALO”. We must hate one thing here that according Hindu year Vikram Samvat 13th centuary’s middle, approximately during the time span of 50 years time, and during Muslim invasions Brahmins had sacrificed lots – they have supported Rajputs very sincerely and honestly. There was a bloodshed of Brahmins. The waitage of their yagnopavit was of 74.5 mans (approximately 15 kwintal). Rajputs has considered the sacrifice and in return on the heading of Udaipur’s Rajpatra, they have written which is the testimonial for Trivedi Mewada Brahmin’s honour, respect and pride. Everytime, whenever there is a distrubance in Mewad, they have fully helped to Ranas and prove the best example of patriotism. Strong determination, feelings of sacrifice and loyal service to Mewad is the bright testimonial. This is the speciality of Trivedi Mewada Brahmin.

 

Migrated Mewada, whenever reached took education, they have done business and services also. So they occupy the front rows in society. The blessings of Eklingji dada is always shower to on us.

Translate »